ગુજરાત

gujarat

ETV Bharat / videos

એક ખેડૂતે ખેતીમાં નવતર પ્રયોગ કરીને કરી બચત! કર્યું શું જૂઓ - ખેડૂતનો નવતર પ્રયોગ

By

Published : Aug 3, 2022, 1:30 PM IST

Updated : Feb 3, 2023, 8:25 PM IST

દેવભૂમિ-દ્વારકા : ડીઝલના ભાવો આસમાને પહોંચ્યા છે, ત્યારે મોંઘવારીમાં ખેતી કરવી વધુ મુશ્કેલ બની છે. જેને લઈને એક ખેડૂતે નવતર પ્રયોગ હાથ ધરી સૌનું ધ્યાન આકર્ષિત કર્યું છે. ભાણવડ તાલુકાના રોજીવાળા ગામે ખેડૂતે ખેતીમાં ડીઝલના વધતા જતા ભાવો સામે એક નવી (Farming with motorbikes) પદ્ધતિ અપનાવી ખેતીમાં બચાવ કર્યો છે. અહીંના ખેડૂતે મોટર સાયકલની મદદથી ખેતી શરૂ કરી છે અને ખેતીમાં ખર્ચ પણ ખૂબ ઓછો આવી રહ્યો છે. ટ્રેક્ટરથી ખેતી કરે તો 10 વિઘામાં 3000 (farmer farmed with a motorcycle) રૂપિયા સુધી જે ખર્ચ આવે તેની જગ્યાએ આ મોટરસાઇકલના પ્રયોગથી 10 વિઘાની ખેતીમાં માત્ર 500 રૂપિયા જેટલો સામે આવ્યો છે. ખેડૂતે અપનાવેલો (new experiment in agriculture) આ કીમિયો ખૂબ કારગત સાબિત થયો છે. ખેડૂતનો આ નવતર પ્રયોગ હાલ આસપાસના વિસ્તારમાં ચર્ચાનું કેન્દ્ર પણ બન્યો છે.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST

ABOUT THE AUTHOR

...view details