અમદાવાદમાં કોંગ્રેસ દ્વારા મોંઘવારી સહિતના મુદ્દે વિરોધ પ્રદર્શન - વિરોધ પ્રદર્શન
કોંગ્રેસ દ્વારા મોંઘવારી અને GSTના મામલે વિરોધ પ્રદર્શનના (Opposition to inflation Congress ) કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે આજે કોંગ્રેસ (Gujarat Congress )દ્વારા સુરત, અમદાવાદ, જામનગર, પાટણ સહિત રાજ્યના વિવિધ શહેરોમાં કોંગ્રેસ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં( Congress protest in Ahmedabad)આવ્યો હતો. કોંગ્રેસે આક્ષેપ કર્યા હતા કે ભાજપ સરકાર દ્વારા પેટ્રોલ, ડીઝલ, ગેસ સહીતની આવશ્યક ચીઝ વસ્તુના ભાવમાં અસહ્ય વધારો, બેરોજગારી વગેરે બાબતોને લઇને માધ્યમ અને ગરીબ પરિવારોને જીવન નિર્વાહ કરવું મુશ્કેલ છે. અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારના કોંગ્રેસના MLA હિમાતસિંહની આગેવાનીમાં કોંગ્રેસના કર્યાકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.વિરોધ પ્રદર્શન કરતા શહેર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિતના આગેવાનોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. કોંગ્રેસ દ્વારા ઠક્કરનગર ચાર રસ્તા પાસે ભાજપ સરકાર વિરુદ્ધ પ્રતીક ધરણા અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં મોંઘવારી, બેરોજગારી મામલે કોંગ્રેસના કાર્યકરો દ્વારા ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચાર કરી વિરોધ નોંધાવ્યો હતો.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST