ગુજરાત

gujarat

Viral Video: સરકારી બસના ડ્રાઈવરે માથાકુટ કરી, જાહેરમાં નાક પગે લગાવીને માફી માંગવી પડી

ETV Bharat / videos

Viral Video: સરકારી બસના ડ્રાઈવરે માથાકુટ કરી, જાહેરમાં નાક પગે લગાવીને માફી માંગવી પડી - viral video Shimla bus

By

Published : Mar 10, 2023, 4:35 PM IST

શિમલા:હિમાચલ પ્રદેશના શિમલા શહેરમાંથી એક અસાધારણ કહી શકાય એવો વીડિયો સામે આવ્યો છે. આ વાયરલ વીડિયોમાં એક યુવાન જાહેરમાં નાક પગે લગાવીને માફી માગી રહ્યો છે. એક સરકારી બસના ડ્રાઈવરને જાહેરમાં પગે લાગવું પડ્યું અને ક્ષમા માગવી પડી હતી. આ ઘટના શિમલાના જુબ્બલના દાયરામાં આવતા સાવડામાં બની હતી. જ્યાં બસ ડ્રાઈવરનો વાંક એટલો જ હતો કે, તેણે બાજુમાંથી પસાર થનારી કારના ચાલક સાથે માથાકુટ કરી હતી. કારના રૂફટોપ પર ચડીને લાતો મારી હતી. આ મામલો જ્યારે પોલીસ પાસે પહોંચ્યો એ સમયે જ ડ્રાઈવરે રાજીનામુ ધરી દીધુ. પણ જાહેરમાં ક્ષમા માગવી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.  

આ પણ વાંચો: Wife Killed Husband: પત્નીએ પોતાના પતિની હત્યા કર્યા બાદ મૃતદેહ સાથે પાંચ દિવસ વિતાવ્યા

જાહેરમાં માફી: જાહેરમાં માફી માગ્યા બાદ ફરિયાદીએ પગે લગાવ્યો અને ક્ષમા મંગાવી હતી. નાકને પગે લગાવીને ક્ષમા મંગાવી દીઘી હતી. આ દરમિયાન આસપાસના સ્થાનિકોએ આનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વહેતો કર્યો હતો. ખાસ વાત એ છે કે, જ્યારે આ તમાશો થઈ રહ્યો હતો. એ સમયે પોલીસ પણ ત્યાં જ હતી. પણ આ અંગે કોઈ ધ્યાન જ ના આપ્યું. શિમલા પાસે સરકારી બસ અને કાર ચાલક વચ્ચે જગ્યામાંથી પસાર થવાને લઈને બોલાચાલી થઈ ગઈ હતી. વાત મારપીટ સુધી આવી જતા મામલો ગરમાયો હતો.  

આ પણ વાંચો: Ex Agniveers Reservation: સરકારની ભેટ, BSFમાં ભરતી માટે 10 ટકા અનામત

પોલીસ ફરિયાદ: આ મામલે થયેલી પોલીસ ફરિયાદ અનુસાર આ બસ હાટકોટ કૈચી પાસેથી થરોચ થીને રોહડુ જઈ રહી હતી. ગાડી એ જગ્યા પરથી કાઢવા મામલે બસ અને કારના ડ્રાઈવર વચ્ચે બોલાચાલી થઈ ચૂકી હતી. ફરિયાદી રોહિત રાજટાએ સરકારી કર્મચારી સામે ફરિયાદ કરી હતી. ખોટી રીતે વર્તણૂક કરીને ટ્રાફિક જામ તો કર્યો પણ કારને પણ લાતો મારીને મામલો બગાડી મૂક્યો હતો. આ મારપીટ તેમજ માફી માગે છે એ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. પોલીસે તપાસ કરી અને પછી બન્ને પક્ષ વચ્ચે સમજાવટ થઈ ગઈ. જોકે, શિમલાના એસપીએ ખુદ આ કેસની ગંભીરતાથી નોંધ લઈને પગલાં લીધા હતા.

ABOUT THE AUTHOR

...view details