ગુજરાત

gujarat

ETV Bharat / videos

રાજ્યના અલગ અલગ શહેરો અને વિષયો પર શોર્ટ ફિલ્મ રિલીઝ - Gujarati Short Film Round

By

Published : Aug 17, 2022, 4:37 PM IST

Updated : Feb 3, 2023, 8:26 PM IST

અમદાવાદ ગુજરાતી સિનેમા પ્રીમિયર લીગ અમદાવાદના 8 આઈસ પ્રોડક્શન દ્વારા નિર્માણ કરવામાં આવી છે. જેમાં ગુજરાતના અલગ અલગ શહેરોની ટીમો દ્વારા અલગ અલગ વિષયો પર શોર્ટ ફિલ્મ બનાવીને રિલીઝ કરવામાં આવી છે. ગુજરાતી સિનેમા પ્રીમિયર લીગના સેમિફાઇનલ રાઉન્ડમાં કચ્છ, રાજકોટ, વડોદરા અને અમદાવાદની ટીમો દ્વારા પ્રેમની વાર્તાઓ પરના વિષયની ફિલ્મો બનાવવામાં આવી છે. જેનું સ્ક્રીનીંગ પ્રીમિયર અમદાવાદના કોમપ્લેક્સ થિયેટર ખાતે રાખવામાં આવ્યું હતું. જેમાં ફિલ્મોના નિર્માતાઓ, દિગ્દર્શકો અને કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. આ ત્રીજા રાઉન્ડમાં ચાર શોર્ટ ફિલ્મો બની છે જેમાં ઋણાનુબંધ, માંગવાવાળી, ધબકાર અને હારજીત ફિલ્મ સમાવેશ છે. હવે આ ચાર ટીમો માંથી કઈ બે ટીમો આગળ ફાઇનલ રાઉન્ડમાં જશે. જેની આતુરતાથી રાહ જોવાઈ છે. આ ઉપરાંત ફાઇનલ રાઉન્ડ બાદ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. Gujarati Cinema Premier Gujarati Short Film Gujarati Short Film Round GCPL
Last Updated : Feb 3, 2023, 8:26 PM IST

ABOUT THE AUTHOR

...view details