ફિલ્મનું મ્યૂઝિક જ ફિલ્મની સ્ક્રિપ્ટને આગળ વધારે છેઃ જીગરદાન ગઢવી - પોતાના સંઘર્ષ
Published : Dec 26, 2023, 7:34 PM IST
અમદાવાદઃ ગુજરાતી ફિલ્મોના સુપ્રસિદ્ધ ગાયક એવા જીગરદાન ગઢવીએ ઈટીવી ભારત સાથે ખાસ વાત ચીત કરી છે. જીગરદાન ગઢવીએ પોતાની સંગીત સફર અને પોતાના અનુભવો વિશે વિસ્તૃત વાત કરી છે. વ્હાલમ આવોને.......ગીત જીગરદાન ગઢવી માટે બહુ ખાસ છે. આ ગીત ફિલ્મ લવની ભવાઈની ડિમાન્ડ હોવાથી રાખવામાં આવ્યું હોવાનું જીગરદાન જણાવે છે. સચિન જીગર દ્વારા કમ્પોસ કરવામાં આવેલું આ ગીત એક થીમ સોન્ગ તરીકે ફિલ્મમાં રાખવામાં આવ્યું હતું. આજના કાર્યક્રમની થીમ ફોક ઈઝ અ પોપ રાખવામાં આવી હતી. આ થીમ વિશે જીગરદાન જણાવે છે કે ઘણા લોકગીતો એવા છે કે આપણને ફોક સોંગ લાગે ત્યારબાદ તેના લેખક કમ્પોઝરની માહિતી બહાર આવે છે. 2017માં વ્હાલમ આવોને........એક ફોક સોંગ તરીકે જ લોકોએ માણ્યું અને તેના ક્રિયેટર કોણ છે તેની કોઈને પડી નથી. લોકોએ બસ તેને એન્જોય જ કર્યુ. આપણી અભિનય અને નૃત્ય એમ અભિવ્યક્તિની કળામાં સંગીત સામેલ છે. મ્યૂઝિક થકી દર્શકો ઘણું મેળવે છે. ફિલ્મ અઢી કલાકની હોય છે જ્યારે ગીત 5 મિનિટનું હોય છે તેથી આ ગીતની સાથે દર્શક ઘરે જાય છે. ફિલ્મનું મ્યૂઝિક ફિલ્મના સ્ક્રીનપ્લેને આગળ લઈ જવામાં મદદરુપ થાય છે. ચાંદને કહો.......ગીત કેરેક્ટર માટે ખાસ છે. આ ફિલ્મનું કેરેક્ટર પૈસા ઓરિયન્ટેડ હોય છે. જેને થોડા સમય માટે જીવનને જાણે, માણે અને જીવન જીવે તેવી ડિમાન્ડ હતી. માનવી બે પળ માટે કુદરતમાં ખોવાઈ જાય તેવી ડિમાન્ડને લઈને આ સોન્ગ બન્યું હતું. ચાંદને કહો....ગીત મારાથી ફર્સ્ટ એટેમ્પમાં ગવાયું નહતું. મેં અનેક પ્રયત્નો બાદ મુંબઈમાં જઈને આ ગીત રેકોર્ડ કર્યુ હતું. ગુજરાતી લેન્ગવેજ હંમેશા શીરમોર રહેશે તેમ જીગરદાન જણાવે છે.