ગુજરાત

gujarat

Gujarat Rain Update : અરવલ્લી જિલ્લામાં શ્રીકાર વર્ષા, વારાસી નદી બે કાંઠે થતાં 10 ગામ સંપર્કવિહોણા

ETV Bharat / videos

Gujarat Rain Update : અરવલ્લી જિલ્લામાં શ્રીકાર વર્ષા, વારાસી નદી બે કાંઠે થતાં 10 ગામ સંપર્કવિહોણા - Arvalli Rain

By

Published : Jul 11, 2023, 3:01 PM IST

બાયડ : અરવલ્લી જિલ્લામાં શ્રીકાર વર્ષા થતાં કેટલાક ગામડાઓમાં નદીઓ બે કાંઠે વહી રહી છે. જેમાં વળી બાયડના બોરમઠનો ક્રોઝવે આજે પણ ઓવરફ્લો થયો હતો. જેથી બંને તરફના દસ ગામો સંપર્ક વિહોણા થયાં હતાં. હાલ ક્રોઝવે પર પાંચ ફૂટથી વધુ પાણી વહી રહ્યા છે. આજે સવારે દૂધ મંડળીમાં દૂધ માટે દૂધ ની ગાડી આવી શકી ન હતી. ખેડૂતો સામે છેડે આવેલા ખેતરમાં જવા અસમર્થ જોવા મળ્યા હતાં. તો વિદ્યાર્થીઓ બાયડ ચોઈલા તરફ અભ્યાસ માટે જઇ શકતાં નથી. બાયડના બોરમઠ ગામે વારાસી નદીમાં બીજા દિવસે પણ 2000 ક્યુસેક પાણીની આવક ચાલુ છે. વારાસી નદીમાં આજે 2000 ક્યુસેક પાણીની આવક છે. 

શ્રીકાર વર્ષાથી ખેડૂતોમાં આનંદ : તો વળી મોડાસા અને ધનસુરા પંથકમાં મેઘમહેરથી ખેતરો અને રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતાં. મોડાસા,ધનસુરા અને બાયડ પંથકમાં 3.05 થી 5.5 ઇંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તતરો બેટમાં ફેરવાયા હતા. કેટલાક ગ્રામ્ય વિસ્તારોના મકાનોમાં પાણી ઘૂસી જતાં લોકો જીવ બચાવવા ઉંચાણવાળા સ્થળે દોડી ગયા હતાં. જિલ્લાના મોડાસા, મેઘરજ, માલપુર અને બાયડ પંથકમાં શ્રીકાર વર્ષાથી ખેડૂતોમાં આનંદ છવાયો છે. સતત વરસી રહેલા વરસાદથી કૂવાના તળ ઊંચે આવ્યા હતાં. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કેટલાક તળાવ છલકાયા હતાં. તો અન્ય તળાવોમાં નવા નીર આવ્યા છે. જિલ્લાના ડેમમાં પાણીની આવક શરુ થતાં પાણીનું તોળાઈ રહેલ સંકટ ટળ્યું છે. જિલ્લામાં આવેલ નદીઓમાં ઘોડાપુર આવતા તમામ નદીઓ બે કાંઠે વહેતા લોકો નદીના નીર જોવા ઉમટ્યાં હતાં.

અરવલ્લી જિલ્લામાં નોંધાયેલ વરસાદ : 10/07/2023 થી 11/07/2023  મોસમનો કુલ વરસાદ જોઇએ તો મોડાસા - 135 મીમી (5.5 ઇંચ)  444 (17.48 ઇંચ), ધનસુરા - 116 મીમી (4.5 ઇંચ)  450 (17.71 ઇંચ), બાયડ - 85 મીમી (3.5 ઇંચ)  406 (15.98 ઇંચ), માલપુર - 82 મીમી (3.05) 281 (11.06 ઇંચ), મેઘરજ - 57 મીમી (2.0 ઇંચ)  299 (11.77 ઇંચ) અને ભીલોડા - 36 મીમી (1.5 ઇંચ) 271 (10.66 ઇંચ) વરસાદ પડ્યો હતો.

  1. Rain News : અરવલ્લીના ઝાંઝરી ધોધ નીચે પર્યટકો ઉમટ્યા, કુદરતી સોંદર્યનો ભરપૂર આનંદ ઉઠાવ્યો
  2. Gujarat Monsoon Updates: ધોધમાર વરસાદથી રાજસ્થાન હાઈવે પર વાહનોની ગતિ ધીમી પડી
  3. Heavy Rain in Himachal : હિમાચલમાં વરસાદ બાદ ભયંકર સ્થિતિ ખરાબ, પહાડો પરથી પથ્થરો પડ્યા, 828 રસ્તાઓ બંધ

ABOUT THE AUTHOR

...view details