પરસોત્તમ રૂપાલાની સભામાં લોકોની પાંખી હાજરી, ખાલી ખુરશીઓને અપાયું ભાષણ - bhartiya janta party
જામનગર: ગુજરાત વિધાનસભા ચૂંટણીના (gujarat legislative assembly 2022)પડઘમ સંભળાઈ રહ્યા છે. રાજકીય પક્ષો દ્વારા પૂરજોશમાં પ્રચાર ચાલી રહ્યો છે. ભાજપે રાજ્યના પ્રધાનો ઉપરાંત કેન્દ્રીય નેતૃત્વને પણ મેદાને ઉતાર્યું છે. જામનગર(Jamnagar legislative assembly) ખાતે ૭૮ વિધાનસભા અને ૭૯ વિધાનસભા મતવિસ્તારમાં રીવાબા જાડેજા(BJP candidate Rivaba Jadeja) અને દિવ્યેશ અકબરી(BJP candidate Divyesh Akbari) ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે તેમને સમર્થન આપવા જામનગર ખાતે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત કેન્દ્રીયપ્રધાન પરસોત્તમ રૂપાલાએ(Central Minister Parasottam Rupala) જામનગર ખાતે સભા સંબોધી હતી. આ જનસભામાં લોકોના પાંખી હાજરી જોવા મળી હતી. ભાજપના આગેવાનો અને કાર્યકરો હાજર હતા. પરંતુ ખુરશીઓ ખાલી હતી. કેન્દ્રીયપ્રધાન જાણે કે ખાલી ખુરશીઓને ભાષણ આપતાં હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.
Last Updated : Feb 3, 2023, 8:33 PM IST