સુરતમાં સ્ટ્રોંગ રૂમની બહાર આપના કાર્યકર્તાઓનો રાઉન્ડ ક્લોક પહેરો - 8 ડિસેમ્બરે 1621 ઉમેદવારોના ભાવિનો ફેંસલો
સુરત: ગુજરાત વિધાનસભા ચૂંટણીની મતદાન પ્રક્રિયા(gujarat legislative assembly 2022) પૂર્ણ થઈ ચૂકી છે. આઠમી ડિસેમ્બરના રોજ ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે મત ગણતરી થશે. સુરતમાં 16 વિધાનસભા બેઠક માટે ગાંધી એન્જિનિયરિંગ કોલેજ અને એસવીએનઆઇટી ખાતે મતગણતરી પ્રક્રિયા(election Counting process) હાથ ધરવામાં આવશે. અવારનવાર ઈવીએમમાં છેડખાનીના કિસ્સા(Cases of EVM tampering) સામે આવતાં હોય છે. જેને લઈને આમ આદમી પાર્ટી પહેલેથી સજાગ બની છે. સ્ટ્રોંગ રૂમમાં ઈવીએમમાં ચેડાં ન થાય તે માટે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ રાઉન્ડ ક્લોક પહેરો આપી રહ્યા છે. સ્ટ્રોંગ રૂમ કેમ્પસમાં મુકવામાં આવેલા સીસીટીવી કેમેરા ડિસ્પ્લે બહાર કાર્યકરો આખી રાતનો ઉજાગરો કરી રહ્યા છે. રાઉન્ડ ધ ક્લોક પહેરા માટે પાળી મુજબ કાર્યકરોની ડ્યુટી પણ વહેંચી દેવામાં આવી છે.
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST