મોદી અમેરિકા, લંડનમાં ના હોય તો પણ મોદીના નારાઓ લાગે છે: હર્ષ સંઘવી - Ayushman Bharat Yojana
સુરત શહેરમાં AIMIMના અસદુદ્દીન ઓવૈસીની સભામાં મોદી મોદીના નારાને લઈને રાજ્ય ગૃહપ્રધાને નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આતો ભારત દેશની ભૂમિ છે. આજકાલ તો વડા પ્રધાન મોદી અમેરિકા લંડનમાં નથી હોતા તો ત્યાં પણ મોદી મોદીના નારાઓ લાગે છે. આ વિશ્વમાં વડા પ્રધાન મોદી પ્રખ્યાત છે. તેમના દ્વારા કરવામાં આવેલા કાર્યો જેમકે આયુષ્માન ભારત પ્રધાનમંત્રી આવાસ યોજનાની વાત કરો. દેશના આઝાદ થયેલા 75 વર્ષ થઇ ગયા છે. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ ગરીબને ત્યાં વીજળી પોહચી, પાણીના નળ લાગ્યા, લાખો કરોડો લોકોના સપના પૂર્ણ થયાં છે. બેહનોને ગેસ મળ્યા છે. આવા તમામ પ્રકારના કાર્યો તેમણે કર્યા છે.જેના કારણે મોદી મોદીના નારાઓ લાગે છે. Gujarat Assembly Elections 2022 All India Majlis e Ittehadul Muslimeen Pradhan Mantri Awas Yojana Ayushman Bharat Yojana Modi slogans are heard
Last Updated : Feb 3, 2023, 8:32 PM IST