ગુજરાત

gujarat

ETV Bharat / videos

આપ અને કોંગ્રેસ ડિપોઝિટ પણ બચાવી ન શકી- હર્ષદ પટેલ - Assembly Election Result 2022

By

Published : Dec 11, 2022, 4:56 PM IST

Updated : Feb 3, 2023, 8:35 PM IST

ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં(Gujarat Assembly Election Result 2022) ભાજપે એૈતિહાસિક જીત હાંસલ કરી છે. વડાપ્રધાન મોદીના મત વિસ્તાર સાબરમતી વિધાનસભામાં હર્ષદ પટેલની જીત(Harshad Patel win Sabarmati Assembly seat) થઈ છે. કમલમ ખાતે ધારાસભ્ય દળની બેઠક(MLA meeting at Kamalam) યોજાઈ હતી. જે દરમિયાન હર્ષદ પટેલે etv ભારત સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, 'અમદાવાદ શહેરમાં કુલ 21 વિધાનસભા આવેલી છે. જેમાંથી 21 વિધાનસભામાંથી 19 ઉપર ભાજપે જીત મેળવી છે, જ્યારે બે સીટ ઉપર માત્ર કોંગ્રેસ જ ટકી છે. ભાજપે આ વખતે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. 2022 ચૂંટણીનો જે લક્ષ્યાંક હતો તે અમે પરિપૂર્ણ કર્યો છે. 52 ટકા જેટલો જનાર્દન ભારતીય જનતા પાર્ટીને મતદાનમાં મળ્યો છે એમાં પણ મારી જ વિધાનસભામાંથી 80 થી 82 ટકા જેટલો જનાર્દન મારે ત્યાંથી મળ્યો છે એનું મને ખૂબ જ આનંદ થયો છે. જ્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની વાત કરીએ તો એ લોકોએ તો પોતાની ડિપોઝિટ બચાવવી પણ મુશ્કેલ થઈ ચૂકી છે.'
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST

ABOUT THE AUTHOR

...view details