આ ચૂંટણી PM મોદીના નામ- કામ ઉપર જીતવાની : CM ભુપેન્દ્ર પટેલ - BJP Gujarat Gaurav Yatra
ડીસા ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના (Gujarat assembly election 2022) દિવસો બાકી છે, ત્યારે રાજકીય પક્ષોએ પોતાનું પ્રચાર પ્રસારનું કાર્ય વેગવંતુ બનાવી દીધું છે. ભાજપે રાજ્યભરમાં ગૌરવ યાત્રા થકી છેલ્લા 20 વર્ષમાં સરકારે કરેલા કામો અને વિકાસ કાર્યોને લોકો સમક્ષ ઉજાગર કરવા વિવિધ જિલ્લાઓમાં ગૌરવ યાત્રા શરૂ કરી છે. જેમાં ગઈકાલે બનાસકાંઠામાં છાપીથી ગુજરાત ગૌરવ યાત્રા (Deesa Gujarat Gaurav Yatra) પ્રવેશી ડીસા આવતા APMC ખાતે જાહેર સભા યોજાઈ હતી. જેમાં રાજ્યના CM ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આ ચૂંટણી PM મોદીના નામ- કામ ઉપર જીતવાની હોય તેઓ સ્પષ્ટ સંકેત આપ્યો હતો. વિપક્ષ પર કટાક્ષ કરતા CMએ જણાવ્યું હતું કે, અગાઉની સરકારો જે યોજના બનાવતી હતી તેનો લાભ કેટલાક ચોક્કસ મળતીયાઓને જ મળતો હતો. પ્રજાજનોને સરકારી યોજના વિશે કંઈ પણ જાણકારી મળતી ન હતી. PM મોદીએ સરકારી યોજનાઓને સૌની યોજના બનાવી તેનો લાભ છેવાડાના માનવીને મળે તે અભિગમ દાખવતા આજે દરેક વ્યક્તિને કોઈને કોઈ રીતે વિકાસ કાર્યોનો લાભ મળી રહ્યો છે. (BJP Gujarat Gaurav Yatra in Deesa)
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST