લો બોલો, કોંગ્રેસના ઉમેદવારે લોકોને પૈસા વહેંચ્યાનો વીડિયો વાયરલ - Congress candidate distributing money
વડોદરા: ગુજરાતમાં (Gujarat Assembly Election 2022 ) કોંગ્રેસની હાલત દિવસેને દિવસે કથળતી જાય છે. ગતરોજ રાહુલ ગાંધીની સભામાં જુજ લોકોની હાજરી જોવા મળી હતી. ડભોઇથી કોંગ્રેસના ઉમેદવાર બાલકૃષ્ણ પટેલ (ઢોલાર) દ્વારા મતદારોને આકર્ષવા માટે પૈસા વહેંચતા હોવાનો વીડિયો (Congress candidate distributing money) ભાજપના મીડિયા કો–હેડ દ્વારા જારી કરવામાં આવ્યો છે. આ વીડિયો તેમના ટ્વીટર એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં ડભોઇથી કોંગ્રેસના ઉમેદવાર બાલકૃષ્ણ પટેલ (ઢોલાર) તેમની ચૂંટણી ફેરણી કરી રહ્યા હોવાનું જોવા મળે છે. ફેરણી દરમિયાન તેઓ તેમની ખીસ્સામાંથી તેમને મળવા આવેલા લોકોને પૈસા આપી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. ઝુબીન આશરા દ્વારા ટ્વીટ કરીને કોંગી ઉમેદવાર દ્વારા પૈસા વેચતા હોવાનો આરોપ મુકવામાં આવ્યો છે. ટ્વીટમાં લખવામાં આવ્યું છે કે, કોંગ્રેસ દ્વારા પૈસા આપીને વોટ ખરીદવાની કોશિશ કરવામાં આવી રહી છે. તેની સાથે ચૂંટણી પંચ આ મામલે કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી રહી છે. હવે આ મામલે આગળ શું થાય છે તેના પર સૌ કોઇની નજર રહેશે. (Congress candidate video viral)
Last Updated : Feb 3, 2023, 8:33 PM IST