ગુજરાત

gujarat

ETV Bharat / videos

જામનગરઃ 78 બેઠક વિવાદાસ્પદ હકુભા જાડેજા સામે નયના બાએ આપ્યું મોટું નિવેદન - જામનગર ભાજપની 78 બેઠક વિવાદાસ્પદ

By

Published : Nov 10, 2022, 9:34 AM IST

Updated : Feb 3, 2023, 8:31 PM IST

જામનગર 78 બેઠક વિવાદાસ્પદ બની (Jamnagar BJP seat Controversial) છે કારણ કે આ બેઠક પર ગત ચૂંટણીમાં ક્ષત્રિય સમાજના કદાવર નેતા હકુભા જાડેજા વિજય બન્યા હતા. જોકે આ વખતે ભાજપ દ્વારા કોને ટિકિટ આપશે તેના પર અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. એક બાજુ એવી પણ ચર્ચા વહેતી થઈ છે કે હકુભા જાડેજાને 78 વિધાનસભા બેઠક પર ટિકિટ (Jamnagar assembly seat) આપવામાં નહીં આવે. જો હકુભા જાડેજાને 78 વિધાનસભા બેઠક પર ટિકિટ આપવામાં નહીં આવે તો કોંગ્રેસનો વિજય આસાન બની જશે તેવું માનવામાં આવે છે. તો બીજી તરફ ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજાના મોટા બહેન નયનાબા જાડેજાએ 78 વિધાનસભા (Jamnagar Assembly Candidate) બેઠક પર ભાજપ દ્વારા હકુભા જાડેજાને ટિકિટ આપવામાં નહીં આવે તો કારમો પરાજય થશે તેવું નિવેદન આપ્યું છે. તેમજ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના ધર્મપત્ની રીવાબા જાડેજાને 78 વિધાનસભા બેઠક પર ટિકિટ આપવામાં આવે તેવી પણ અટકળો પણ વહેતી થઈ છે. (Gujarat Assembly Election 2022)
Last Updated : Feb 3, 2023, 8:31 PM IST

ABOUT THE AUTHOR

...view details