મહેસાણામાં મોડર્ન મતદાન મથક ઉભું કરાયું, શણગારથી અને સુવિધાઓથી હતું સજ્જ - સરકારી તંત્ર દ્વારા સુંદર વ્યવસ્થા
અમદાવાદ મહેસાણામાં રાજ્ય ચૂંટણી પંચ દ્વારા મોડલ અને મોડર્ન મતદાન મથક ઉભું કરાયું હતું. આખા મતદાન મથકમાં લાલ જાજમ અને ફૂલોથી શણગાર કરવામાં આવ્યો હતો. લોકશાહીના પર્વની ઉજવણી થતી હોય તેવું સુંગધીદાર વાતાવરણ સર્જાયું હતું. ત્યાં એક મતદારે જણાવ્યું હતું કે લોકશાહીના મહાપર્વમાં બીજા સ્થરનું મતદાન થઇ ગયું છે. સરકારી તંત્ર દ્વારા સુંદર વ્યવસ્થા આવી છે. તમામ મતદારો આનંદથી આવે છે. લાઈન થવાની શક્યતો નથી. આરામથી તેમને બેસવાની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. તમામ બૂથો પર ફૂલોથી સજાવવામાં આવ્યા છે. આ સાથે મતદાન ફૂલોથી સજવામાં આવ્યા છે. તમામ દિવ્યઅંગો માટે અલગ વ્હીલ ચેરની સુવિધાઓ કરવામાં આવી છે. જેથી હું વહીવટી તંત્રનું ખૂબ ખૂબ આભાર માનું છું. મતદાન અવશ્ય કરવુ જોઈએ. મેં પોતે કર્યું છે અને હું સૌને અપીલ કરું છું કે અવશ્ય મતદાન કરો. Second Phase Voting Gujarat Assembly Election 2022 Model and Modern Polling Station Beautiful arrangement by Election Commission
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST