મહાત્મા ગાંધીજીએ સમગ્ર દુનિયાને સત્ય અને અહિંસાનો રાહ ચિંધ્યો છે : મુખ્યપ્રધાન - happy anniversary gandhi
પોરબંદર રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રવિવારે મહાત્મા (CM Bhupendra Patel visits Porbandar) ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે બાપુના જન્મ સ્થળ પોરબંદરમાં કીર્તિ મંદિર ખાતે રાષ્ટ્રપિતાને શ્રદ્ધાસુમન અર્પણ કરી પુષ્પાંજલિ અર્પી હતી. મુખ્યપ્રધાને ગાંધીજીના જીવન કવનને યાદ કરતાં જણાવ્યું હતું કે, બાપુએ દુનિયાને સત્ય અને અહિંસાનો રાહ ચીંધ્યો છે. મહાત્મા ગાંધીજી સમગ્ર દુનિયા માટે પ્રેરણાસ્રોત રહ્યા છે અને યુગો સુધી રહેવાના છે. મહાત્મા ગાંધીએ ગ્રામ ઉદ્યોગ અને ખાદીને તેમના જીવનમાં વણી લઈને ભારતના ઉત્થાન (154th Gandhi birth anniversary) માટે નવી દિશા આપી હતી. ગુજરાતના સપૂત નરેન્દ્ર મોદીએ ગ્રામ ઉદ્યોગ અને ખાદીને પ્રોત્સાહન આપવાં ખાદી ફોર ફેશન, ખાદી ફોર નેશનને સાર્થક કરી, ગ્રામીણ કારીગરોને ટેકો આપી આત્મનિર્ભર ભારતને નવું બળ પૂરું પાડ્યું છે તેનો ઉલ્લેખ મુખ્યપ્રધાને કર્યો હતો. આ પ્રસંગે ધારાસભ્ય બાબુ બોખીરીયા, જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુ કારાવદરા, પુર્વ ધારાસભ્ય કરસન ઓડેદરા, સંગઠન પ્રભારી મહેશ કશવાલા, જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ મોઢવાડિયા, નગરપાલિકાના પ્રમુખ સરજુ કારીયા, રેન્જ આઇ.જી નિલેશ જાજડિયા, કલેકટર અશોક શર્મા, એસ.પી રવિ મોહન સૈની સહિતના અધિકારીઓ કર્મચારીઓ કીર્તિ મંદિર સમિતિના સભ્યો તેમજ નાગરિકો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. (Gandhi birth anniversary CM)
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST