ગુજરાત

gujarat

free-eye-check-up-camp-for-drivers-by-tejash-eye-hospital-run-by-narmada-sugar-divyajyoti-trust

By ETV Bharat Gujarati Team

Published : Dec 6, 2023, 10:11 PM IST

ETV Bharat / videos

નર્મદા સુગર-દિવ્યજયોતિ ટ્રસ્ટ સંચાલિત તેજશ આંખની હોસ્પીટલ દ્વારા ડ્રાઈવરો માટે ફ્રી આંખ તપાસ કેમ્પ

નર્મદા:નર્મદા સુગર ફેક્ટરી અને દિવ્યજયોતિ ટ્રસ્ટ સંચાલિત તેજશ આંખની હોસ્પીટલ, માંડવી દ્વારા આંખની તપાસણી માટેનો કેમ્પ (વિના મુલ્યે)આજે અને આવતી કાલે રાખવામાં આવ્યો છે. 200 થી વધુ ડ્રાઈવરની આંખની તપાસ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લો બોર્ડર જિલ્લો છે ત્યારે હાઇવે પર દોડતા મોટા વાહનોના ડ્રાઈવરની આખો નબળી હોવાને કારણે અકસ્માત થવાનો ભય રહેતો હોય છે. ડ્રાઈવર અને કંડકટરોને મફત ચશ્મા આપવામાં આવ્યા અને જે લોકોના મોતિયાને નુકસાન હોય તેમને તબીબી ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી. સાથે જ ઓપરેશનની જરૂર જણાય ત્યાં ઓપરેશન પણ કરવામાં આવશે. આ દરમિયાન ડ્રાઈવર અને કન્ડક્ટરના આંખોની સાથે બ્લડ પ્રેસર, સુગર અને અન્ય તપાસ પણ કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details