ગુજરાત

gujarat

દિલ્હીના સિગ્નેચર બ્રિજ પરથી ડ્રોન વીડિયો

ETV Bharat / videos

Delhi Pollution: દિલ્હીની હવા બની ઝેરી, જુઓ સિગ્નેચર બ્રિજ પરનો ડ્રોન વીડિયો - દિલ્હી

By ANI

Published : Nov 4, 2023, 9:44 AM IST

નવી દિલ્હી:દિલ્હી-એનસીઆરની ઝેરી હવામાં શ્વાસ લેવો પણ લોકો માટે મુશ્કેલ બની ગયો છે. શનિવારે પણ આગલા દિવસોની જેમ હવા ખતરનાક સ્તરે રહી હતી. શનિવાર સવારથી દિલ્હી, ગાઝિયાબાદ, નોઈડા, ગુરુગ્રામ, ફરીદાબાદ અને આસપાસના મોટાભાગના વિસ્તારોનો AQI 450 થી વધુ છે. જેનો એક ડ્રોન વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં દિલ્હીના સિગ્નેચર બ્રિજ પરથી શહેર ધુમ્મસની ગાઢ ચાદરમાં ડૂબેલું જોવા મળી રહ્યું છે. CPCB (સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ) અનુસાર, દિલ્હીમાં હવાની ગુણવત્તા આજે 'ગંભીર' શ્રેણીમાં છે. દિલ્હી સરકારે GRAP 3 લાગુ કર્યો છે. દિલ્હીમાં BS-2 પેટ્રોલ અને BS-4 ડીઝલ વાહનો ચલાવવા પર પ્રતિબંધ છે, પરંતુ પ્રદૂષણ ઓછું થઈ રહ્યું નથી. પ્રદૂષણને કારણે દિલ્હીમાં લોકોની હાલત ખરાબ છે. દિલ્હી સરકારે ખુદ લોકોને પ્રદૂષણથી બચવાની સલાહ આપી છે અને શ્વાસ અને હૃદયના દર્દીઓને બહાર ન જવા માટે કહ્યું છે.  

  1. Gujarat High Court: ધ્વનિ પ્રદૂષણ અને લાઉડ સ્પીકરના મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં વધુ એક અરજી, જીપીસીબીને નોટિસ
  2. Junagadh News : ગિરનાર અભયારણ્ય જાહેર થયા પછી વધ્યું પ્રદૂષણનું પ્રમાણ

ABOUT THE AUTHOR

...view details