બાયો માઇનિંગ પદ્ધતિથી મહેસાણા પાલિકા દ્વારા લાખો ટન કચરાનો નિકાલ
મહેસાણા નગરપાલિકા (Mehsana Municipality) દ્વારા ગંદકીની સમસ્યાને અટકાવવા અને શહેરને સ્વચ્છ બનાવવા એજન્સી અને તંત્ર દ્વારા 88 ટન જેટલો કચરો કલેક્શન(Garbage disposal Mehsana) કરવામાં આવી રહ્યો છે. પાલિકા દ્વારા કલેક્શન કરાતા કચરાનો ડમ્પિંગ સાઇટ પર નિકાલ (Bio mining method) કરવામાં આવતા અત્યાર સુધીમાં 2.30 લાખ ટન જેટલો કચરો ડંપિંગ સાઇટ પર જમા થતા મસમોટા કચરાના ઢગ જામતા ડંપિંગ સાઇટ પર એકત્ર થયેલ કચરાના ઢગલાના નિકાલ માટે પાલિકા દ્વારા 1 કરોડના ખર્ચે 2.30 ટન કચરાનો બાયો માઇનિંગ પદ્ધતિથી નિકાલ કરવાનું કામ આપવામાં આવતા છેલ્લા એક માસમાં 10 હજાર ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો છે. એજન્સી દ્વારા કચરાને અલગ તારવી શકાય તેવી આધુનિક મશીનરીનો ઉપયોગ કરતા કચરામાંથી મળતા પ્લાસ્ટિક, કોટન, મેટલ વગેરે 80 ટકા જેટલી નાની મોટી ચીજ વસ્તુઓનો પુનઃ ઉપયોગ કરી શકાય. તે રીતે અલગ અલગ કરી તેમાંથી પણ આવક મળે તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જ્યારે 20 ટકા પથ્થર, માટી જેવા કચરાને પુનઃ સ્થળ પર જ ડંપિંગ કરવામાં આવશે.
Last Updated : Feb 3, 2023, 8:36 PM IST