ગુજરાત

gujarat

Cyclone Biparjoy Landfall Impact:

ETV Bharat / videos

Cyclone Biparjoy Landfall Impact: સાબરકાંઠામાં વરસાદી વાવાઝોડાની શરૂઆત, વહીવટી તંત્ર પહેલાથી જ એલર્ટ - ETV BHARAT GUJARAT SABARKANTHA

By

Published : Jun 16, 2023, 5:46 PM IST

સાબરકાંઠા: ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાનો કહેર યથાવત છે ત્યારે આજે સાબરકાંઠામાં પણ બપોર બાદ બિપરજોય વાવાઝોડાની અસર શરૂ થઈ છે. જે અંતર્ગત સાબરકાંઠાના પ્રાંતિજ, તલોદ, હિંમતનગર સહિત ઇડર અને ખેડબ્રહ્મા વિસ્તારમાં ભારે વાવાઝોડા સાથે વરસાદની શરૂઆત થઈ છે. જોકે વરસાદ કરતા પવનની ગતિ વધુ હોવાના પગલે જિલ્લામાં ભારે વૃક્ષો સહિત કાચા મકાનોને વધુ અસર થઈ શકે છે. ત્યારે ગુજરાતભરમાં બિપરજોય વાવાઝોડાની અસરના પગલે હજારો વૃક્ષો ધરાશાયી થયા છે. હવામાન વિભાગ દ્વારા પહેલાથી જ વરસાદને લઈને આગાહી કરાઈ હતી. ત્યારે સાબરકાંઠા જિલ્લામાં પણ ભારે વરસાદના પગલે તારાજી સર્જાઈ શકે નહિ તે માટે વહીવટી તંત્ર પહેલાથી જ એલર્ટ છે. આજે સાબરકાંઠા જિલ્લાની તમામ શાળાઓમાં એક દિવસની જાહેર રજા રાખવામાં આવી છે તો બીજી તરફ સરકારી અધિકારીઓને કોઈપણ સંજોગોમાં હેડ ક્વૉટર ન છોડવાનો આદેશ કરાયો છે. જોકે જિલ્લામાં હજુ સુધી હતા કોઈ સમાચાર સામે આવ્યા હતા નથી ત્યારે તંત્ર દ્વારા કરાયેલી તૈયારીઓ આગામી સમયમાં કેટલી સબળ પુરવાર થાય છે એ તો સમય જ બતાવશે.

  1. Cyclone Biparjoy Landfall Impact: વડોદરામાં મહાકાય વડનું ઝાડ ધરાશાયી, સ્થાનિકોએ કર્યું રેસ્ક્યૂ ઓપરેશન
  2. Cyclone Biparjoy Landfall Impact: રાહત કમિશનરે કહ્યું, ટૂંક સમયમાં નુકસાનીનો સર્વે શરૂ થશે

ABOUT THE AUTHOR

...view details