ગુજરાત

gujarat

ETV Bharat / videos

આજે દ્વારકા જિલ્લામાં ખંભાળિયા ખાતે મત ગણતરી યોજાશે - ગુજરાત વિધાનસભાની ચૂંટણી

By

Published : Dec 8, 2022, 7:39 AM IST

Updated : Feb 3, 2023, 8:35 PM IST

દેવભૂમિ દ્વારકા જિલ્લાની બને સીટ ખંભાળિયા અને દ્વારકા વિધાનસભાની મતગણતરી (Gujarat Assembly Elections 2022)એસ.એન.ડી.ટી. હાઇસ્કૂલ ખંભાળિયા ખાતે આજે હાથ ધરાશે.ખંભાળિયા બેઠક પર 62.34 % મતદાન સાથે 188645 મત પાળ્યા છે જેમાં કોંગ્રેસ, ભાજપ, આપ ના ઇસુદાન ગઢવી સહિત 11 ઉમેદવારો મેદાન માં છે. તો દ્વારકા બેઠક પર 60.58 % સાથે કુલ178706 મતો પડ્યા છે જ્યાં કોંગ્રેસ ભાજપ, આપ, સહિત 13 ઉમેદવારો મેદાને છે. ખંભાળિયા સીટ માટે 24 રાઉન્ડ તો દ્વારકા સીટ માં 23 રાઉન્ડ માં મત ગણતરી યોજાશે. દરેક ટેબલ પર ક્લાસ 2 ગેજેટ ઓફિસર દ્વારા એક મદદનીશ માઈક્રો ઓબ્ઝર્વર ની હાજરી માં મત ગણતરીની કામગીરી કરાશે. મત ગણતરી સેન્ટર ખાતે એસ.એસ.બી., બીએસએફ , પોલીસ, જીઆરડી, હોમ ગાર્ડ સહિત ના પોલીસ જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા છે ત્યારે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત સાથે મત ગણતરી યોજાશે.
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST

ABOUT THE AUTHOR

...view details