હોસ્પિટલના બિછાનેથી સભામાં જોડાયા કોંગ્રેસ ઉમેદવાર રેવતસિંહ - election mode
ભાવનગર: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી(gujarat legislative assembly 2022) માટે હવે ગણતરીના કલાકો બાકી છે. ઉમેદવારો છેલ્લી ઘડી સુધી લડી લેવાના મુડમાં(Candidates in a mood to fight till the last minute) છે. ત્યારે ભાવનગર જિલ્લાની ગ્રામ્ય બેઠક(Bhavnagar Village Assembly) પર કોંગ્રેસ ઉમેદવાર રેવતસિંહ ગોહિલ(Congress candidate Revat Singh Gohil) મેદાને છે. ગઈ કાલે તેમને હાર્ટ એટેકનો હુમલો આવતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેના બીજા જ દિવસે તેમના કાર્યાલય પર તેમના સમર્થનમાં છેલ્લી જંગી જાહેર સભા યોજાઈ હતી. આ સભામાં સ્થાનિક નેતાઓ સહિત જિલ્લા અને તાલુકા પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા. ઉમેદવાર રેવતસિંહ ગોહિલે હોસ્પિટલમાંથી તેમના પુત્ર થકી પત્ર મોકલ્યો હતો અને તેનું વાંચન સભામાં કરવામાં આવ્યું હતું. આ સભામાં અંતમાં રેવતસિંહ હોસ્પિટલમાંથી વીડિયો કોલથી જોડાયા(Joined by video call from the hospital) હતા અને લોકોનો આભાર વ્યક્ત હતો.
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST