નવસારીમાં ગરમ કપડાનું બજાર ગ્રાહકોના અભાવે ઠંડું પડ્યું
શિયાળાની સીઝન હોવા છતા વાતાવરણમાં ઠંડીની અસર નહીવત જોવા મળી રહી છે. જેને કારણે શિયાળાની સીઝન સાથે જોડાયેલા તમામ ધંધાઓ (Business related to winter season) ઠપ થયા છે. હિમાચલ પ્રદેશથી ગરમ કપડાંના વ્યાપાર (Tibetan market Navsari) અર્થે વર્ષોથી નવસારી આવતા તિબેટીયન વ્યાપારીઓ (Tibetan merchants Navsari) ડિસેમ્બર મહિનામાં પણ ઠંડીની અસર નહીવત રહેતા તિબેટીયન માર્કેટના વેપારીઓમાં ચિંતા વ્યાપી ગઇ છે. ડિસેમ્બર મહિનામાં ઠંડીનો પારો 7 થી 8 ડીગ્રી સુધી જતો હોય છે. પરંતુ છેલ્લા અઠવાડીયાથી લઘુત્તમ તાપમાન 20 ડીગ્રી આસપાસ અને ગરમીનો પારો 34 ડીગ્રીએ રહેતા રાત્રે પણ ગરમી અનુભવાય છે. જેના કારણે ગરમ વસ્ત્રોનો વેપાર કરતા અને વર્ષોથી શિયાળામાં હિમાચલ પ્રદેશથી નવસારી આવતા તિબેટીયન વેપારીઓ પણ ચિંતામાં મુકાયા છે. નવેમ્બરમાં ઠંડી રહી, તો થોડો વેપાર થયો હતો. ડિસેમ્બરમાં ઠંડી જામતી હોય છે, પણ ઠંડીની જગ્યાએ ગરમીનું વાતાવરણ રહેતા ગ્રાહકો ઉની કે ગરમ વસ્ત્રો લેવા આવતા નથી. દર વર્ષે 11 પરિવારો નવસારી આવતા હોય છે, પણ આ વખતે ઘટીને 6 પરિવારો આવ્યા છે. તેમાં પણ ખરીદી ન નીકળતા વેપારીને ઉધારી ચૂકવવા સાથે જ લોન પર માલ લાવ્યા હોવાથી એના હપ્તા ભરવા, પાલિકાનું ભાડુ અને નવસારીમાં રહેવા, જમવા સાથેનો ખર્ચ કેવી રીતે કાઢશે, તેની ચિંતાએ આર્થિક નુકશાનીનો પારો ઉંચે ચઢાવ્યો છે.
Last Updated : Feb 3, 2023, 8:36 PM IST