આપનો દાવો, મિનિસ્ટર હોય કે CM, સરકારી બાબુના હાથે સરકાર ચાલે છે
અમદાવાદ ભાજપની સરકારમાં બે કેબિનેટ પ્રધાનોના રાજીનામાં બાદ ગુજરાતના રાજકારણમાં (Gujarat Government) ભારે બદલાવ આવે તેવી શકયતા જોવા મળી રહી છે. વિવિધ રાજકીય પાર્ટીઓ (Opposition Parties) ભાજપ સરકાર પર ભ્રષ્ટાચારના આક્ષેપ મૂકી રહી છે. ભાજપ સરકારના બે કેબિનેટ પ્રધાનોના પદ પરથી હટાવ્યા બાદ કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ (Aam Admi Party Gujarat) ભાજપ સરકાર પર ગંભીર આક્ષેપ લગાવી દીધા છે. આમ આદમી પાર્ટીએ પૈસાની વહેંચણીમાં ક્યાંક ને ક્યાંક ગરબડ થઈ હોવાથી બંને પદ પરથી હટાવવામાં આવ્યા છે. તેવો આક્ષેપ (Claim on BJP By AAP Gujarat) કરવામાં આવ્યો હતો. સરકાર પોતાની પેઢીની ચાલવી રહી છે. આદમી પાર્ટીના જોઈન્ટ સેક્રેટરી ઇન્દ્રનીલ રાજ્યગુરુએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે છેલ્લા 27 વર્ષથી ભાજપ સરકાર જે રીતે પોતાની પેઢી હોય તેમ સરકાર ચલાવી રહી છે. ભાજપે રાજ્ય સરકારને નફા ખોરીનું સાધન બનાવી નાખ્યું છે. જેના કારણે ભાજપ સરકારે ગઇ કાલે બે પ્રધાનને પોતાના વિભાગના પદ પરથી હટાવવામાં આવ્યા છે. બિનઅનુભવી લોકોને સરકાર સોંપી છે. 3 વર્ષ પહેલાં જ રૂપાણી સરકારના (Former CM Vijay Rupani) તમામ પ્રધાનોને રાજીનામાં બાદ બે ત્રણ પ્રધાનો બાદ તમામ લોકો બિનઅનુભવી લોકોને પ્રધાનપદ પર બેસાડવામ આવ્યા હતા. જેના કારણે આજ જનતા મુશ્કેલીનો સામનો કરી રહી છે. પૈસાની વહેંચણીમાં ગડબડ થતા પદ પરથી હટાવ્યા.ભાજપ સરકાર પર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે સરકારમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર મહેસુલ વિભાગમાં થાય છે. જેથી એવું લાગી રહ્યું છે. ક્યાંક ને ક્યાંક પૈસાની વહેંચણીમાં ગરબડ થઇ હશે. જેના કારણે મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીને તેમના પદ પરથી હટાવવામાં આવ્યા છે. દિલ્હીમાં બેઠેલી સરકારથી ગુજરાતની સરકાર ચાલી રહી હોય તેવું લાગી રહ્યું છે. વિજય રૂપાણીને પણ આજ કારણથી બદલાવામાં હતા.વધુમાં ઉમેર્યું હતું કે આમ આદમી પાર્ટી સ્પષ્ટપણે માને છે કે ભ્રષ્ટાચારના પૈસાની વહેંચણીમા સમસ્યા આવે ત્યારે ભાજપ સરકાર પ્રધાન નહીં પણ કર્મચારીની બદલી કરવામાં આવે છે.પરંતુ હવે તો ભાજપ સરકાર પોતાના પ્રધાનોને પણ બદલી રહી છે. 3 વર્ષ પહેલાં પણ વિજય રૂપાણીને પણ પૈસાની વહેંચણી સમસ્યા આવતા તેમને મુખ્યપ્રધાન પદ પરથી હટાવવામાં આવ્યા હતા.
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST