ગુજરાત

gujarat

ખેડામાં ભાજપની જીતની ઉજવણી

ETV Bharat / videos

ખેડામાં ભાજપની જીતની ઉજવણી, દેવુસિંહ ચૌહાણે ભાજપની જીતને સુશાસનની જીત ગણાવી - દેવુસિંહ ચૌહાણે ભાજપની જીતને સુશાસનની જીત ગણાવી

By ETV Bharat Gujarati Team

Published : Dec 3, 2023, 4:09 PM IST

નડિયાદ:ત્રણ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીત થતાં નડિયાદ જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. કેન્દ્રીય સંચાર રાજ્ય પ્રધાન અને સાંસદ દેવુસિંહ ચૌહાણ, નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈ તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટ સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરોએ જીતની ઉજવણી કરી ખુશી વ્યક્ત કરી હતી. દેવુસિંહ ચૌહાણે ત્રણ રાજ્યોમાં થયેલી જીતને સુશાસનની જીત ગણાવી હતી. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છતીસગઢમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની જીત થતાં ભગવો લહેરાયો છે. જેની ભાજપ આગેવાનો અને કાર્યકરો દ્વારા ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે.

કેન્દ્રીય સંચાર રાજ્ય પ્રધાન દેવુસિંહ ચૌહાણે ભવ્ય જીતની ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ત્રણેય રાજ્યોમાં જે પ્રચંડ જીત થઈ છે એ એક પ્રકારે સુશાસનની જીત છે. જે પ્રકારે મોદી સાહેબના નેતૃત્વમાં દેશ આગળ વધ્યો છે તેની ગતિ પ્રગતિને વેગ મળશે. એવું આજનું આ રિઝલ્ટ આપણે સૌ જોઈ ચૂક્યા છીએ. ત્યારે આ રિઝલ્ટ આગામી લોકસભામાં પણ પ્રચંડ જનસમર્થન સાથે અત્યાર સુધીની જે બેઠકો છે એનો તમામ રેકોર્ડ તોડનારૂ આવશે. 

ABOUT THE AUTHOR

...view details