Ahmedabad Ekta Rally : અમદાવાદમાં સર્વધર્મની રેલીએ વિશ્વને આપ્યો એકતાનો સંદેશો - એકતા રેલી 2022
અમદાવાદ : અમદાવાદમાં દેશના સર્વધર્મ લોકો જોડાઈને જમાલપુર દરવાજા એકતાની રેલીનું (Ahmedabad Ekta Rally) આયોજન કર્યું હતું. જેમાં હિંદુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ દરેક ધર્મના લોકો જોડાઈ રાષ્ટ્રીય એકતાનો સંદેશો આપ્યો હતો. રેલીના આયોજક રઉફ શૈખે જણાવ્યું હતું કે, દરેક ધર્મના લોકો આ રાષ્ટ્રીય એકતા રેલીમાં જોડાયા છે. આગામી સમયમાં અમદાવાદમાંથી સુપ્રસિદ્ધ જગન્નાથ યાત્રા પણ એકતાનું પ્રતીક (Ahmedabad Hindu Muslim Rally) જોવા મળી આવશે. શીખ સમાજના અગ્રણી બોબી સિંહજી એ જણાવ્યું હતું કે, આખા દેશમાં સંદેશો આપવા માંગીએ છીએ કે ગુજરાતના લોકો બતાવે છે. હિન્દુ મુસલમાન, શીખ, ઈસાઈ દરેક એક જ છે. આજના સમયમાં દેશની રાજનીતિથી વિભાજન કરવાની વાત કરવામા આવે છે. શીખ ધર્મના અગ્રણીએ જણાવ્યું હતું કે, ભારતના લોકો એક મળીને રહે છે અને અન્ય દેશોને (Ekta Rally 2022) પણ સંદેશો આપે છે.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST