Ahmedabad Accident : વિદ્યાર્થીઓ ભરેલી રીક્ષાએ ખાધી પલટી, તમામ બાળકોનો આબાદ બચાવ - Ahmedabad Municipal Corporation
અમદાવાદ :નારોલ વિસ્તારમાંથી હાલમાં એક મોટા સમાચાર સામે આવ્યા છે. અંદાજે 7 જેટલા વિદ્યાર્થીઓ ભરેલી એક રીક્ષા પલટી ખાઈ ગઈ હતી. જોકે, આ અકસ્માતમાં તમામ બાળકોનો આબાદ બચાવ થયો હતો. ઉલ્લેખનિય છે કે, આ રસ્તા પર કાદવ હોવાથી બાળકોને કોઈ ઈજા પહોંચી નહોતી. પરંતુ લોકોનો આક્ષેપ છે કે, આ કાદવ ભરેલા બિસ્માર રોડના કારણે જ અકસ્માત થયો છે.
રીક્ષા પલટી : નારોલ વિસ્તારમાં ખરાબ રોડ-રસ્તા તેમજ કાદવ કિચડ વાળા રસ્તા છે. જેના પરથી નાના વિદ્યાર્થીઓને લઈને પસાર થઈ રહેલ રીક્ષા કાદવવાળા રોડમાં અચાનક પલટી ખાઈ ગઈ હતી. સદનસીબે તમામ વિદ્યાર્થીઓનો બચાવ થયો છે. રિક્ષામાં અંદાજિત 7 જેટલા વિદ્યાર્થીઓ હતા. કોઈપણ વિદ્યાર્થી ઇજાગ્રસ્ત થયેલ ન હોવાથી ત્યાંના સ્થાનિક રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો.