ગુજરાત

gujarat

ગાજવીજ સાથે જુનાગઢમાં ખાબક્યો કમોસમી વરસાદ

જુનાગઢ ન્યૂઝ: ગાજવીજ સાથે જુનાગઢમાં ખાબક્યો કમોસમી વરસાદ, રોડ-રસ્તા પાણી પાણી, જુઓ વીડિયો

By ETV Bharat Gujarati Team

Published : Nov 26, 2023, 9:05 AM IST

Published : Nov 26, 2023, 9:05 AM IST

જુનાગઢ:  હવામાન વિભાગ દ્વારા જે રીતે વરસાદની આગાહીઓ કરવામાં આવી હતી, તે મુજબ જૂનાગઢ શહેરમાં આજે ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો. આ વરસાદના પગલે જુનાગઢ શહેર સહિત ગિરનાર પર્વત અને જંગલ વિસ્તાર ભીનો થઈ ગયો છે. કમોસમી વરસાદે ખેડૂતોમાં ચિંતા જન્માવી દીધી છે. બીજી તરફ આ વરસાદથી જુનાગઢના ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા અર્થે આવેલા પરિક્રમાર્થીઓ માટે પણ મુશ્કેલીમાં ઉભી કરી. હાલ તો શિયાળાના માહોલ વચ્ચે ખાબકેલા આ વરસાદના કારણે જૂનાગઢ શહેરમાં વધારે ઠંડીનું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે. ખાસ તો આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોને હવે પોતાના ઉભા પાકની નુકસાનીની ચિંતા સતાવી રહી છે. જ્યારે ખેડૂતો કુદરતની લીલા કુદરત જાણે એવા ભાવ સાથે કુદરતી પરિસ્થિતિને અનુકૂળ વલણ દાખવી રહ્યાં છે. 

  1. રાજ્યમાં પલટાશે મૌસમ, કમોસમી માવઠાની આગાહી, જાણો ક્યાં પડી શકે છે વરસાદ ?
  2. ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમામાં પાંચ પડાવનું શું છે મહત્વ?

ABOUT THE AUTHOR

...view details