Rain in Mahisagar : ફરી એકવાર ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ, પાકને મળ્યું જીવતદાન - Meteorological Department in Gujarat
મહીસાગર : રાજ્યમાં ચોમાસાની શરૂઆત થતાં સારા વરસાદના કારણે ચારેય કોર રોનક લાગી હતી, ત્યારે મહીસાગર જિલ્લામાં ફરી વાદળછાયું વાતાવારણ સર્જાયું હતું. જિલ્લામાં ધીમીધારે વરસાદ વરસતાં ખેડૂતોએ વાવેલ પાકોને જીવતદાન મળ્યું છે. જિલ્લામાં આજદિન સુધીમાં સિઝનમાં સૌથી વધુ વરસાદ (Rain in Mahisagar) કડાણા તાલુકામાં 449 મિમી થયો છે. જ્યારે સૌથી ઓછો વરસાદ ખાનપુર તાલુકામાં 155 મીમી વરસાદ નોંધાયો છે. જ્યારે અન્ય તાલુકાઓમાં સંતરામપુર (Rain Forecast in Gujarat) તાલુકામાં 344 મિમી, વીરપુર તાલુકામાં 297 મિમી, લુણાવાડા તાલુકામાં 220 મિમી, જ્યારે બાલાસિનોર તાલુકામાં 191 મિમી વરસાદ નોંધાયો છે. આમ, સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે અને ખેડૂતો પોતાના ખેતરમાં ખેતી કામમાં જોતરાયેલા જોવા મળી રહ્યા છે. જિલ્લામાં ધીમીધારે વરસાદ વરસતાં ખેડૂતોએ વાવેલ બાજરી, મકાઈ, કપાસ, અને દિવેલાના (Monsoon sowing in Mahisagar) પાકને જીવતદાન મળ્યું છે.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST