ભાજપે કહ્યું, 60થી વધુ સરપંચો જોડાયા, તો AAPએ કહ્યું, માત્ર 6 જ જોડાયા - ભાજપનું સરપંચ સંમેલન
ગુજરાતમાં જેમ જેમ વિધાનસભાની ચૂંટણી 2022 નજીક આવતી જઈ રહી છે, તેમ તેમ તમામ પક્ષો દ્વારા કાર્યકર્તાઓ, નેતાઓને જોડવાની કામગીરી સતત જોવા મળી રહી છે. આ દરમિયાન, જૂનાગઢના માળીયા હાટીના ખાતે કેન્દ્રીય કૃષિ પ્રધાન પરસોત્તમ રૂપાલાની ઉપસ્થિતિમાં સરપંચનું સંમેલન યોજવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તેમણે કહ્યું કે, 60 જેટલા સરપંચો ભાજપમાં જોડાયા છે. આ સાથે જ તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદીની નીતિને કારણે દરેક સરપંચોને ખુબ જ ફાયદો થયો છે. આથી તમામ સરપંચ ભાજપમાં જોડાયા છે. આ સામે આમ આદમી પાર્ટીના નેતાએ વળતો પ્રહાર કરતા કહ્યું કે, ભાજપના આ કાર્યક્રમમાં વધુમાં વધું 7થી 8 સરપંચો જોડાયા છે. ભાજપની 60થી વધુ સરપંચો જોડાવાની વાત માત્ર હવામાં છે. કેન્દ્રીય પ્રધાનના નિવેદન પર આપના નેતા પિયુષ પરમારે આકરા પ્રહારો કર્યા હતા. BJP sarpanch convention, Assembly Election 2022
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST