નર્મદા ન્યૂઝ: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓ વચ્ચે મારામારી, બસમાં બેસવા બાબતે થઈ બબાલ, વીડિયો વાયરલ - નર્મદા ન્યૂઝ
Published : Nov 24, 2023, 8:19 AM IST
નર્મદા:નર્મદાના કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ફ્લાવર ઓફ વેલી ખાતે પ્રવાસીઓ વચ્ચે મારામારીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જાણવા મળતી વિગત અનુસાર બસમાં બેસવા બાબતે પ્રવાસીઓ વચ્ચે બોલાચાલી થઈ અને ત્યાર બાદ મારામારી થઈ હતી આ વીડિયોમાં વૃદ્ધ પ્રવાસીને માર મારતા ત્રણેક યુવાનો દેખાય રહ્યાં છે, જોકે આ મારામારી દરમિયાન ઘણા લોકો આસપાસ પણ દેખાય છે પરંતુ કોઈ આ ઝઘડાને શાંત પાડવા માટે આવતું નથી. થોડીવાર બાદ એક પોલીસકર્મી આવીને ઝઘડાને શાંત પાડે છે. પરંતુ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર જ્યાં લોકો ફરવા, આનંદની પળ માણવા માટે આવે છે, ત્યાં આ પ્રકારે હિંસક મારામારી થવી એ શાંત અને સલામત ગુજરાતની પ્રતિષ્ઠાને પણ ઝાંખી કરે છે.