ગુજરાત

gujarat

જૂનાગઢમાં ભિખારીની નોટંકી CCTV કેમેરામાં કેદ

ETV Bharat / videos

Junagadh Beggar: જૂનાગઢમાં ભિખારીની નોટંકી CCTV કેમેરામાં કેદ, જુઓ વીડિયો

By ETV Bharat Gujarati Team

Published : Aug 25, 2023, 12:13 PM IST

જૂનાગઢ: માંગનાથ બજારમાં ભિખારીની નોટંકીનો વીડિયો સીસીટીવીમાં કેદ થઈ છે. ભિખારી જેવો દેખાતો એક વ્યક્તિ પોતે અપંગ અને શારીરિક રીતે અક્ષમ હોવાનું નાટક કરીને બજારમાં ખરીદી માટે આવતા તેમજ અહીંથી પસાર થતા લોકો પાસેથી ભીખ માગતો હોય તે પ્રકારના સીસીટીવી સામે આવ્યા છે. આ ભિખારી લોકોની સાથે છેતરપિંડી કરીને ભીખ માગતો હોવાનું સીસીટીવીમાં દેખાઈ રહ્યું છે. ભીખ માંગ્યા બાદ જ્યારે લોકોની ચહલપહલ ખૂબ ઘટી ગઈ ત્યારે અચાનક ચાર પગે ચાલતો આ નોટંકી ભિખારી પોતાના બંને પગે ચાલીને બજારની બહાર જતો જોવા મળી રહ્યો છે. હાલ આ વીડિયો જુનાગઢના સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

  1. Crime in Surat: ભિખારી બનીને ચોરી કરતા તમિલનાડુની વેઢેર ગેંગના 2 સાગરિત ઝડપાયા
  2. Unique Beggar of MP: MPનો સૂર્યવંશી ભિખારી! જે ઓનલાઈન ભીખ માગે છે, જુઓ ભિખારીનો અનોખો અંદાજ

ABOUT THE AUTHOR

...view details