છોટા ઉદેપુરમાં સિગરેટ જેવી નજીવી બાબતે આધેડનીં કરાઇ હત્યા - સિગરેટ ના કારણે વ્યક્તિ ની કરાઈ હત્યા
છોટા ઉદેપુર: બોડેલીના ઢોકલીયા વિસ્તારમાં જાહેરમાં એક આધેડની હત્યા (middle-aged man was killed in Chhota Udepur) કરવામાં આવી છે. યુવકે આધેડની નજીવી બાબતે હત્યા કરી નાખતા ચકચાર મચી છે. રુદ્ર દિનેશ બારીયા નામના યુવકે ભીખાભાઈ ચુનારા નામના આધેડની હત્યા કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર આરોપી રુદ્ર બારીયાએ મોઢામાં સિગારેટ રાખી ભીખાભાઈ ચુનારા પાસે 20 રૂપિયા ઉછીના માંગ્યા હતા. ત્યાર બાદ ભીખાભાઈએ આરોપી રુદ્રના મોઢામાંથી સિગારેટ (A person was killed because of cigarettes) ખેચી ફેંકી દેતા આરોપી ગુસ્સે ભરાયો હતો અને ગુસ્સાના આવેશમાં આવી હાથમાં રાખેલ કટર વડે ભીખાભાઈનું ગળું કાપી મોતને ઘાટ ઉતારી દીધા હતા, ત્યાર બાદ આરોપી કટર સાથે પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Last Updated : Feb 3, 2023, 8:38 PM IST