Himmatnagar Dhansura highway: વિચિત્ર અકસ્માત, લાખો રૂપિયાનો ગ્રેનાઈટ સ્ટોન બિનવારસી મળી આવ્યો - A freak accident on Himmatnagar Dhansura highway
હિંમતનગર: ધનસુરા હાઈવે પર ટ્રકમાંથી પથ્થરની વિશાળ શીલાઓ પડતા અફરાતફરી જોવા મળી હતી. મોટરકાર કરતા મોટી શીલાઓ હાઇવેના વચ્ચે પડતા ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી.. રોડ પર શીલાઓ પડ્યા બાદ ટ્રક ચાલક ટ્રક મૂકી ફરાર થઈ ગયો હતો. સાબરકાંઠાના હિંમતનગર ધનસુરા હાઈવે રોડ પર ટ્રકમાંથી કોઈક કારણોસર એકા એક પથ્થરની વિશાળ શીલાઓ પડતા અફરાતફરી મચી જવા પામી હતી.. હાઈવે રોડ પર ટ્રક માં લઇને જવાતી પથ્થરની શીલાઓ પડ્યા બાદ ટ્રક ચાલક ઘટના સ્થળેથી ટ્રક મૂકી ફરાર થઈ ગયો હતો.. જ્યારે મોટી શીલાઓ હાઈવેના વચ્ચે પડતા ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ હતી.. આ ઘટનાને લઈ વહીવટી તંત્ર સમગ્ર મામલે અજાણ હોવાનું માલુમ પડયું હતું.. પરંતુ હજારો ટનની પથ્થરની શીલાઓ રોડ પર પડતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.. અત્રે ઉલ્લેખનીય છે કે ટ્રકોમાં આવી મસ મોટી પથ્થરની શીલાઓ ઓવરલોડ અને નીતિ નિયમોને નેવે મૂકીને લઈ જતા હોય છે.. ત્યારે આ પ્રકારની ઘટના ઘટે અને તંત્ર અજાણ હોય તો શું સમજવું જોકે સદ નસીબે કોઈ મોટી જાનહાનિ ન થઈ પણ આવી ઘટનાઓ વારંવાર ન બને અને લોકોમાં એક સારો મેસેજ જાય તે માટે પથ્થરની શીલાઓ લઈ જનાર ટ્રક ચાલકની સામે તંત્રએ કાર્યવાહી કરવી જોઈએ તેમ લોકો ઈચ્છી રહ્યાં છે...