હૃદય રોગ સામે લોકોમાં જાગૃતિ ફેલાવવા અમદાવાદમાં યોજાઇ ફેમેલી વોકેથોન, લોકોને અપાઈ CPRની તાલિમ - ફેમિલી વોકેથોન
Published : Dec 18, 2023, 12:20 PM IST
અમદાવાદ: આજકાલ યુવાનોમાં વધી રહેલા હૃદય રોગના હુમલા અંગે લોકોમાં જાગૃત કરવા અમદાવાદમાં જીજીસી યુથ ક્લબ દ્વારા ફેમેલી વોકેથોનનું આયોજન થયું હતું. શહેરના ગોદરેજ ગાર્ડન સીટીમાં યોજાયેલી આ ફેમેલી વોકેથોનમાં નાના-મોટા સૌ કોઈ જોડાયા હતાં. આ વોકેથોન દરમિયાન અમદાવાદના જાણીતા કાર્ડિયો સર્જને લોકોને સીપીઆરની તાલિમ આપી હાર્ટ એટેક વખતે કેવી રીતે લોકોનું જીવન બચાવી શકાય તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. વોકેથોનના કાર્યક્રમની શરુઆત વહેલી સવારે જુમ્બા ડાન્સથી થઇ હતી. ત્યારબાદ અગ્રગણ્ય મહેમાનોની હાજરીમાં વોકેથોનને લીલીઝંડી અપાઇ હતી. આ વોકેથોન દરમિયાન અમદાવાદના ડેપ્યુટી મેયર જતિન પટેલ, ભાજય યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંત કોરાટ, સાબરતમી વિધાનસભાના ધારાસભ્ય હર્ષદ પટેલ તેમજ ડો. ઋુત્વિજ પટેલ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં. જ્યારે ભાઇ-ભાઇ ફેમ અરવિંદ વેગડાએ ગીતોની રમઝટ બોલાવી હતી.