ગુજરાત

gujarat

પ્રમુખસ્વામી મહારાજની 30 ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત કરાઈ

By

Published : Dec 14, 2022, 8:56 PM IST

Updated : Feb 3, 2023, 8:35 PM IST

અમદાવાદના ઓગણજ ખાતે પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ(Pramukh Swami Shatabdi Mahotsav) ખુલ્લો મુકવામાં આવ્યો છે. એક મહિના સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રમુખસ્વામી મહારાજનું જીવન લોકોને પ્રેરણા આપનારું છે. પ્રમુખ સ્વામી નગરમાં અનેકવિધ જોવાલાયક આકર્ષણો(attraction in Pramukh Swami Nagar) રજૂ કરાયા છે. જેમાં મહોત્સવ સ્થળના કેન્દ્રમાં 40 ફૂટ પહોળી અને 15 ફૂટ ઊંચી પીઠિકા પર સ્થાપવામાં આવેલી પ્રમુખસ્વામી મહારાજની સ્વર્ણિમ મૂર્તિ 30 ફૂટ ઊંચી છે. આ મૂર્તિની ચારેતરફના વર્તુળમાં અહર્નિશ સેવામય પ્રમુખસ્વામી મહારાજના અદભુત પ્રેરક પ્રસંગો છે. પ્રમુખ સ્વામી મહારાજની વિવિધ મુદ્રાઓને પણ રજૂ કરવામાં આવી છે.
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST

ABOUT THE AUTHOR

...view details