ગુજરાત લિટરેચર ફેસ્ટિવલની 10મી આવૃત્તિ 24થી 26 ડિસેમ્બર દરમિયાન યોજાશે - ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ
Published : Dec 16, 2023, 1:46 PM IST
અમદાવાદ:ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ (GLF)ની દસમી આવૃત્તિ ગુજરાત મીડિયા ક્લબ (GMC) દ્વારા પ્રસ્તુત કરવામાં આવશે. તેનું ઉદ્ઘાટન માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે તારીખ 24 ડિસેમ્બરના રોજ ગુજરાત યુનિવર્સિટી ખાતે થશે.. આ આવૃત્તિ ગુજરાત યુનિવર્સિટીના સહયોગથી તારીખ 24, 25 અને 26 ડિસેમ્બર, 2023ના રોજ દ્વારા યોજવામાં આવશે. www.gujlitfest.com વેબસાઇટ પર નોંધણી સાથે ફેસ્ટિવલમાં પ્રવેશ મફત છે.
સાહિત્યિક પ્રતિભાનો એક દશક: 2014થી શરૂ કરીને GLFએ ગુજરાતના સાંસ્કૃતિક માળખામાં ખૂબ મહત્વનું પ્રદાન કર્યું છે અને આજે તે સાહિત્યને સમર્પિત, વિશેષ તો ગુજરાતી ભાષા અને સાહિત્યને લગતો સૌથી મોટા અને લોકપ્રિય કાર્યક્રમ તરીકે ઉભરી આવ્યો છે. GLFના બહુવિધ ઉત્સવો દરમિયાન વાર્તાલાપો. પેનલ ચર્ચાઓ અને સંગીતના કાર્યક્રમોનું આયોજન થાય છે. જેમાં સાહિત્ય, સિનેમા, થિયેટર અને બાળસાહિત્યનો સમાવેશ થાય છે. આ ઉત્સવમાં લોકપ્રિય વક્તાઓ અને કલાકારો હાજર રહેશે. જેને માણવાની સોનેરી તક પ્રેક્ષકોને મળશે.
GLFના કાર્યક્રમો માત્ર સ્થાપિત અને લોકપ્રિય સાહિત્યિકારોની ઉજવણી સુધી સીમિત નથી પરંતુ ઉભરતી પ્રતિભાઓ માટે લોન્ચપેડનું કામ કરે છે. આ ફેસ્ટિવલ એક પ્લેટફોર્મ તરીકે યુવા અને નવા લેખકોને વિશેષ રૂપે પ્રોત્સાહિત કરવા, સાહિત્યિક પ્રતિભાને યોગદાન આપવા માટે એક પ્રતિષ્ઠિત મંચ પ્રદાન કરે છે.