ગુજરાત

gujarat

ETV Bharat / videos

Mahashivratri Melo 2022 : મહાશિવરાત્રીના દિવસે ભવનાથ ગિરિ તળેટીમાં ઉમટ્યું માનવ મહેરામણ - ભવનાથ ગિરિ તળેટી

By

Published : Mar 1, 2022, 10:03 AM IST

Updated : Feb 3, 2023, 8:18 PM IST

જુનાગઢ : મહાશિવરાત્રીના દિવસે ગિરિ તળેટીમાં ભવનાથ મહાદેવના દર્શન કરવા માટે વહેલી સવારથી જ માનવ મહેરામણ ઘૂઘવાતો જોવા મળી રહ્યો છે. ખુબ મોટી સંખ્યામાં શિવ ભક્તો પગપાળા ભવનાથ મહાદેવના દર્શન કરવા માટે આવી રહ્યા છે. મહાશિવરાત્રીનો મેળો (Mahashivratri Melo 2022) ભવનાથની ગિરિ તળેટીમાં આયોજિત થતો આવ્યો છે. ત્યારે બે વર્ષ બાદ આ વર્ષે સંપૂર્ણ મેળાનું આયોજન થયું છે. તેને લઈને ખૂબ મોટી સંખ્યામાં શિવભક્તો ભવનાથ મહાદેવના દર્શન કરવા માટે આવી રહ્યા છે. સતત આવી રહેલા ભક્તોનો પ્રવાહ ભવનાથની ગિરિ તળેટીને શિવમય બનાવી રહ્યો છે. આજે રાત્રીના સમયે નાગા સંન્યાસીઓની રેલી (Ravedi of Naga ascetics in Mahashivaratri) નીકળશે તેને લઈને પણ ભવનાથમાં આવી રહેલા ભાવી ભક્તોમાં ભારે ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે.
Last Updated : Feb 3, 2023, 8:18 PM IST

ABOUT THE AUTHOR

...view details