મુંબઈ એરપોર્ટ પર સોનાની દાણચોરી કેસ બાદ મોબાઈલ ચોરીમાં આરોપી ઝડપાયો - મુંબઈ એરપોર્ટ પર સોનાની દાણચોરી
સુરત: ચોરી કરેલા મોબાઈલની લે-વેચ કરતા આરોપીની સુરત ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. વર્ષ અગાઉ અઠવા વિસ્તારમાં આવેલા એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોરના ભાગેથી વર્લ્ડ ટ્રાવેલ્સ નામની શોપમાંથી પોલીસે આહમુદનૂર મોહમ્મદકાસમ ઉનવાળાની ધરપકડ કરી હતી. આ આરોપી પાસેથી ક્રાઈમ બ્રાન્ચે 92 જેટલા મોબાઈલ જપ્ત કર્યા હતાં. ચોરી અને સ્નેચિંગ કરેલા મોબાઈલ ની લે-વેચના આ રેકેટમાં ભાથેના અમીર-ઉર્ફે અમીન મન્સૂરીનું નામ ખુલતા તે નાસતો-ફરતો હતો. જ્યાં ક્રાઈમ બ્રાન્ચે મળેલ બાતમીના આધારે આરોપીને ભાઠેનાં ખાતેથી ઝડપી પાડ્યો છે. આરોપીની પૂછપરછમાં અઠવા, કતારગામ, હજીરા, ડુમસ સહિત વરાછાના મળી કુલ છ જેટલા મોબાઈલ સ્નેચિંગના ગુનામાં નાસતો-ફરતો ફરી રહ્યો હતો. મોબાઈલ ચોરીના રેકેટ બહાર આવ્યા બાદ પોતાના વતન બીજનોર ખાતે આરોપી ભાગી છૂટ્યો હતો. બાદમાં કોઈ કામ ધંધો નહીં મળતા પરત સુરત ફર્યો જ્યાં ક્રાઈમ બ્રાન્ચે આરોપીને દબોચી પાડ્યો હતો. આ આરોપી વર્ષ 2019માં મુંબઈ એરપોર્ટ પર સોનાની દાણચોરી કેસમાં પણ ઝડપાયો હતો.