સુરતમાં આધેડ બન્યા સ્નેચરોનો ભોગ, ઘટના CCTVમાં કેદ - CCTV ફૂટેજ
સુરત: શહેના કાપોદ્રા વિસ્તારની મમતાપાર્ક સોસાયટીમાં રહેતા રણછોડભાઈ જાધવ ઘર બહાર બાઇક પાર્ક કરી રહ્યા હતા, દરમિયાન આધેડના હાથમાંથી પાંચ લાખથી વધુના ઘરેણાં ભરેલી થેલી ઝૂંટવી સ્નેચરો ફરાર થયા હતા. આ ઘટના CCTVમાં કેદ થઇ હતી. પોલીસે CCTV ફૂટેજના આધારે બે ઈસમોની ધરપકડ કરી છે. આરોપી અલ્તાફ પઠાણ અને રામીક શેખની કાપોદ્રા પોલીસ દ્વારા ધરપકડ કરાઈ છે.