ગુજરાત

gujarat

Cyclone Impact : રામ રાખે તેને કોણ ચાખે, જામનગરમાં વૃદ્ધ પર વૃક્ષ ધરાશાયી થતાં લોકોએ માન્યુ કે નહીં જીવે, પરંતુ...

ETV Bharat / videos

Cyclone Impact : રામ રાખે તેને કોણ ચાખે, જામનગરમાં વૃદ્ધ પર વૃક્ષ ધરાશાયી થતાં લોકોએ માન્યુ કે નહીં જીવે, પરંતુ...

By

Published : Jun 17, 2023, 4:49 PM IST

જામનગર : શહેરમાં બિપરજોય વાવાઝોડાને પગલે રાહત અને બચાવવાની કામગીરી માટે ફાયરની સરાહનીય કામગીરી કરી હતી. જેમાં ગઈકાલે વહેલી સવારે શહેરના ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ નજીક દાંડિયા હનુમાનની સામેના ભાગે એક વિશાળ વૃક્ષ ધરાશાયી થયું હતું. આ વૃક્ષ ધરાશાયી થયું તે સમયે ત્યાંથી એક વૃદ્ધ પોતાની ઓટો રીક્ષા લઇને રોજબરોજનું ગુજરાન ચલાવવા નીકળ્યા હતા, પરંતુ આફત બની વૃક્ષ વૃદ્ધની માથે પડતા મહા મુસીબત માં ફસાયા હતા. જ્યાં દેવદૂત બની આવેલી જામનગર મહાનગરની ફાયર શાખા એ યુદ્ધના ધોરણે કામગીરી આરંભી અને વૃદ્ધને બહુ ગંભીર પહોંચે તે પહેલા ઓટો રિક્ષામાંથી બહાર કાઢી સરાહનીય કામગીરી કરી હતી. સૌપ્રથમ વૃક્ષ જ્યારે પડ્યું ત્યારે સ્થળ પર જોનાર લોકોએ તો એવું જ માની લીધું હતું કે અંદર બેઠેલા કોઈપણ વ્યક્તિ જીવિત અવસ્થામાં બહાર નીકળે. પરંતુ કહેવાય છે ને કે, રામ રાખે તેને કોણ ચાખે આ કહેવતને સાર્થક કરતી ઘટના ગુજરાત સહિત જામનગરમાં ઘણી જગ્યાએ જોવા મળી છે, ત્યારે જ સરકારની જે નીતિ હતી કે કોઈપણ વ્યક્તિના જાનમાલને નુકસાન ન પહોંચે અને 99 ટકા આ નીતિમાં સરકાર અને તંત્ર સફળ રહ્યું છે.

  1. Cyclone Biparjoy Landfall Impact : બિપરજોય વાવાઝોડા સામે જીત્યું ગુજરાત, ઝીરો કેઝ્યુલિટીનો દાવો સાચો પડ્યો
  2. Gujarat Cyclone Impact: અત્યાર સુધીમાં 420 થી વધુ વીજપોલને નુકસાની, અનેક વૃક્ષો જમીનદોસ્ત
  3. Cyclone Biparjoy Landfall Impact: દ્વારકામાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવા PGVCLની 120 ટીમો દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી

ABOUT THE AUTHOR

...view details