ગુજરાત

gujarat

ETV Bharat / videos

Happy Dhuleti 2022 : જગન્નાથ મંદિરે ધુળેટીની ધામધુમથી ઉત્સાહ પૂર્વક ઉજવણી - જગન્નાથ મંદિરે ધુળેટી ઉજવણી

By

Published : Mar 18, 2022, 2:59 PM IST

Updated : Feb 3, 2023, 8:20 PM IST

અમદાવાદ : શહેરના જગન્નાથ મંદિરમાં ભારે ઉત્સાહ પૂર્વક હોળીમાં મોટી સંખ્યામાં (Dhuleti at Jagannath Temple) શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા.જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે જણાવ્યું હતું કે, ધુળેટીના પાવન પર્વ પર સૌ ભક્તો દ્વારા ભગવાન જગન્નાથને પુષ્પો અને રંગો દ્વારા હોળી રમાડવામાં આવ્યા હતા. સાથે સાથે તમામ જનતા પર જગન્નાથજીની કૃપા બની રહે તેવી શુભેચ્છાઓ (Happy Dhuleti 2022) અને મંગલ કામનાઓ કરવામાં આવી છે. ભગવાન જગન્નાથને હજારો કિલો ફૂલો અને વિવિધ રંગોથી ચાંદીની ડોલ અને ચાંદીની પિચકારીથી (Dhuleti 2022 in Ahmedabad) રંગવામાં આવ્યા હતા. શ્રદ્ધાળુઓ જાણે વૃંદાવનમાં હોળી રમી રહ્યા હોય તે અનુભવ કરી રહ્યા હતા. આ ઉપરાંત નિત્યક્રમ પ્રમાણે આરતી અને પૂજા કરવામાં આવશે.
Last Updated : Feb 3, 2023, 8:20 PM IST

ABOUT THE AUTHOR

...view details