Dhuleti 2022: જૂનાગઢમાં બે વર્ષ બાદ નાના ભૂલકાઓએ મસ્તીમાં મનાવી ધુળેટી - Corona transition
જૂનાગઢમાં બે વર્ષ બાદ નાના ભૂલકાઓએ હોળી અને ધૂળેટીનાં તહેવારની (Dhuleti 2022)પોતાની મસ્તી અને અંદાજમાં અનોખી રીતે ઉજવણી કરી હતી. ઉજવણી કરતી વખતે( Dusty celebration in Junagadh)નાના ભૂલકાઓના ચહેરા પર કલરની સાથે જે ખુશી જોવા મળતી હતી. તે ખુશી પાછલા બે વર્ષથી કોરોના સંક્રમણની(Corona transition)કાળી છાયામાં જોવા મળતી ન હતી. પરંતુ આજે બે વર્ષ બાદ કોરોના સંક્રમણ ખુબજ નહીવત થતા નાના ભૂલકાઓએ પણ હોળી અને ધુળેટીની ઉજવણી પોતાના અંદાજમાં મસ્તી અને ડાન્સ સાથે કરી હતી. ભુલકાઓ તમામ ચિંતા છોડીને જાણે કે પોતાની મસ્તીમાં ધુળેટી મય બન્યા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળતા હતા. આ ભૂલકાઓ પાછલા બે વર્ષથી હોળી અને ધૂળેટીનો તહેવાર મનાવવા મળશે કે કેમ તેને લઈને ખૂબ જ ચિંતામા હતા પરંતુ આ વર્ષે ચિંતાના તમામ વાદળ દૂર થયા અને હોળી અને ધૂળેટીનાં તહેવારની રોનક બાળકોના ચહેરા પર સ્પષ્ટ જોવા મળી હતી.
Last Updated : Feb 3, 2023, 8:20 PM IST