ગુજરાત

gujarat

ETV Bharat / videos

CM ચન્નીએ પોતાના કાફલાને રોકીને બકરીનું દૂધ કાઢ્યું, વીડિયો થયો વાયરલ - BHADAUR ASSEMBLY CONSTITUENCY

By

Published : Mar 9, 2022, 1:50 PM IST

Updated : Feb 3, 2023, 8:19 PM IST

મુખ્યપ્રધાન ચરણજીત સિંહ ચન્ની બરનાલા સુસતના ભદૌરથી વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા છે. આ દરમિયાન આજે બુધવારે તેઓ લાંબા સમય બાદ ભદૌર વિધાનસભા હલકે મતવિસ્તારમાં પહોંચ્યા હતા અને કોંગ્રેસના કાર્યકરો અને હલકેના લોકો સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન મુખ્યપ્રધાન ચરણજીત ચન્નીએ બકરીનું દુધ પણ કાઢ્યું હતું. મુખ્યપ્રધાન ચન્નીનો કાફલો ભાદોરના બાલોકે ગામ પાસેથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે રસ્તામાં બકરા જોઈને તેમણે કાફલાને અટકાવ્યો હતો. આ પ્રસંગે મુખ્યપ્રધાને બકરીને દોહવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી અને તેમણે બન્ને હાથ વડે બકરીની દોહી પણ હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો છે. આ અંગે મુખ્યપ્રધાન ચન્નીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર વીડિયો પણ શેર કર્યો છે.
Last Updated : Feb 3, 2023, 8:19 PM IST

ABOUT THE AUTHOR

...view details