સુરતમાં યુથ કોંગ્રેસે ચીનના રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રપતિ જિનપિંગની તસ્વીર સળગાવી કર્યો વિરોધ - Sosyo Circle
સુરતઃ ભારત ચીન સરહદ પર બન્ને દેશોના સૈનિકો વચ્ચે થયેલા ઘર્ષણ બાદ ભારતીય સેનાના 20 જેટલા જવાનો શહીદ થયા છે, જેને લઇ દેશભરમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે શહેરના સોસ્યો સર્કલમાં બુધવારે યુથ કોંગ્રેસે ચીનના રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રપતિ જિનપિંગની તસ્વીર સળગાવીને સૂત્રોચ્ચાર કરી વિરોધ વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસના કાર્યકરોએ હાથમાં પોસ્ટર અને બેનર લઈ ચાઇનાનો વિરોધ નોંધાવ્યો હતો. પોસ્ટરોમાં ચાઇના વિરુદ્ધ સ્લોગન લખવામાં આવ્યાં હતા. કોંગ્રેસ કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે આ નવું ભારત છે, ત્યારે ભારત ચીનને જવાબ જરૂર આપશે.