વડોદરાના રાજ્યકક્ષાના પ્રધાન યોગેશભાઈ પટેલે 31 હજાર રાશનકીટનું વિતરણ કર્યું - ભૂદેવોને અનાજ કરીયાનાનું દાન
વડોદરાઃ કોરોના વાઇરસને કારણે દેશવ્યાપી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેને લઈ તમામ ધંધા-રોજગાર બંધ થતા ગરીબ અને શ્રમજીવીકોની દયનીય પરિસ્થિતિ સર્જાઈ હતી. ત્યારે, વડોદરા શહેરના રાજ્ય કક્ષાના પ્રધાન યોગેશભાઈ પટેલ દ્વારા શિવ પરિવારના નેજા હેઠળ 31 હજાર જેટલી રાશનિંગ કીટ તૈયાર કરવામાં આવી હતી અને જેની પાસે કોઈ સરકારી કાર્ડ ન હોઈ તેવા જરૂરિયાત મંદ લોકોને આ કિટો આપવામાં આવી હતી. જ્યારે, લોકડાઉનને લઈ યજ્ઞ, હવન, ક્રિયા કાંડ સહિત ધાર્મિક કાર્યક્રમો પણ બંધ થતા બ્રાહ્મણો, ભૂદેવો પણ મુશ્કેલીમાં મૂકાયા હતા. જેને પગલે ગુરૂવારે વડોદરા શહેરના અને રાજ્યકક્ષાના પ્રધાન યોગેશભાઈ પટેલ દ્વારા શિવ પરિવારના બેનર હેઠળ તમામ ભૂદેવોને અનાજ કરિયાનાનું દાન તેમજ દક્ષિણા આપવામાં આવી હતી.