પાટણમાં મહિલાઓએ કેવડાત્રીજની કરી ઉજવણી - પાટણ
પાટણઃ ભાદરવા સુદ ત્રીજના દિવસે મહિલાઓ કેવડાત્રીજ વ્રત કરી તેની વિધિવત રીતે પૂજા કરે છે. આ વ્રતની પાછળ ધાર્મિક કથા વણાયેલી છે. ભગવાન શિવને મેળવવા માટે પાર્વતીએ જંગલમાં જઈ ભગવાન શિવનું પાર્થિવ લીંગ બનાવી કેવડાથી આ લીંગ પર પૂજા કરી હતી. જેથીતે કેવડાત્રીજ તરીકે ઉજવવામાં આવે છે. તેથી વિવિધ શિવ મંદિરોમાં મહિલાઓએ માટીમાંથી ભગવાન શિવનું ચલિત લીંગ બનાવી તેના પર કેવડો ચડાવી મંત્રોચ્ચાર સાથે પૂજા કરી હતી.