વડોદરાઃ નાયબ મામલતદારનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ મચી - Narmada Bhavan
વડોદરાઃ શહેરમાં નાયબ મામલતદારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ મચી હતી. મામલતદારે નર્મદા ભવનના જન સેવા કેન્દ્રની મૂલાકાત કરી હતી, જેથી સાવચેતીના ભાગરૂપે આરોગ્ય વિભાગ દ્વારા સેનેટાઈઝરની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જનસેવા કેન્દ્રને હાલ પૂરતું બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. એકાએક જન સેવા કેન્દ્ર બંધ થતા મોટી સંખ્યામાં અરજદારોને ધક્કા ખાવાનો વારો આવ્યો હતો. હવે જ્યાં સુધી ઉપરી અધિકારીનો આદેશ ના આવે ત્યાં સુધી કામગીરી સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.