કોરોના સંક્રમણની શક્યતાઓ નિવારવા વડોદરા સેન્ટ્રલ જેલનાં 146 કેદીઓને 2 માસના જામીન પર મુક્ત કરાયા - સંભાવનાઓ નિવારવા
વડોદરા: દેશભરની જેલોમાં રહેલા કેદીઓમાં કોરોના સંક્રમણની સંભાવનાઓ નિવારવા માટે તાજેતરમાં સુપ્રીમ કોર્ટે દિશા નિર્દેશ આપ્યા બાદ રાજયસરકારે રાજયની જેલોમાં રહેલા 1200 કેદીઓને બે મહિના માટે વચગાળાના જામીન અને પેરોલ પર મુકત કરવા નિર્ણય કર્યો છે. જેમાં વડોદરા સેન્ટ્રલ જેલમાં રહેલા 146 કેદીઓનો પણ સમાવેશ થાય છે. કોરોનાનું સંક્રમણ અટકાવવા મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ રાજ્યની જેલમાં રહેલા પાકા કામના કેદીઓને બે માસ માટે પેરોલ અને કાચા કામના કેદીઓને વચગાળાના જામીન પર મુકત કરવાનો નિર્ણય કર્યો છે. જેને લઈને વડોદરા મધ્યસ્થ જેલમાંથી કેદીઓને મુક્ત કરવામાં આવ્યા હતા.