વડોદરા: સલાટવાળા શાકભાજી માર્કેટ પાસે જર્જરિત મકાન ધરાશાયી - Vadodara
વડોદરાઃ શહેરના સલાટવાળા શાકભાજી માર્કેટ નજીક બંધ હાલતમાં રહેલું વર્ષો જૂનું જર્જરિત મકાન ધરાશાયી બનતાં ફાયરબ્રિગેડના જવાનોએ સ્થળ પર પહોંચી કાટમાળ હટાવવાની કામગીરી હાથધરી હતી. વડોદરા ફાયર બ્રિગેડએ જણાવ્યું કે, સવારે સલાટવાડા શાકમાર્કેટ પાસે આવેલા સંદિપભાઇ કંદોઇની માલિકીનું છેલ્લા કેટલાક સમયથી બંધ જર્જરીત મકાન તૂટી પડ્યું હતું. આ બનાવની જાણ ફાયર બ્રિગેડને થતા તુરંત મકાનનો વધારાનો ભાગ તૂટી પડે તે પહેલાં ઉતારી લીધો હતો. આ ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી. જોકે, મકાન ધડાકાભેર તૂટી પડતા લોકો દોડી આવ્યા હતા. કોઈ મોટી દુર્ઘટના ના બને તે માટે પાલિકાના નિર્ભયતા વિભાગ દ્વારા મકાન ઉતારી લેવા નોટિસ પણ પાઠવવામાં આવશે તેવી માહિતી મળી હતી.