ભાવનગરમાં 35 સ્થળે વેકસીનેશન શરૂ : 45 વર્ષથી વધુના લોકો જોડાયા - corona vaccina
ભાવનગર: શહેરમાં મહાનગરપાલિકાએ 35 સ્થળો પર વેકસીનેશન પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. ત્યારે 45 વર્ષના લોકોને વેકસીન આપવાનો પ્રારંભ થયો છે. શહેરના ચિત્રા ફુલસરમા અને હાદાનગર જેવા પછાત વિસ્તારમાં વેકસીનેશન યોજવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યમાં લોકો વેકસીન લઈ રહ્યા છે. લોકોએ પોતાના અભિપ્રાય આપીને વેકસીન લેવી જોઈએ તેવા મત રજૂ કર્યા હતા. વેક્સીન લીધા પછી કોઇને દુખાવો કે તાવ આવે તેના માટેની દવા પણ આપવામાં આવી રહી છે.
Last Updated : Apr 1, 2021, 9:34 PM IST